Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર 2022-23નું વિમોચન કરાયું...

નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.

X

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ (NABARD) દ્વારા 2022-23ના વર્ષ માટેની એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતા સ્ટેટ ફોકસ પેપરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યુ હતું. નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.

રાજ્ય સરકાર દ્વારા સંબંધિત વિભાગો, બેન્ક્સ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે સ્ટેટ ફોકસ પેપર વિમોચન વેળાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, નાણામંત્રી કનુ દેસાઇ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશ પટેલ પણ સહભાગી થયા હતા. નાબાર્ડ દ્વારા અગ્રિમ ક્ષેત્રે વર્ષ 2022-23 માટે રાજ્યની ધિરાણ સંભવિતતા જે રૂ. 2.48 લાખ કરોડ દર્શાવવામાં આવી છે, તેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં રૂ. 1.13 લાખ કરોડ, MSME સેક્ટર માટે રૂ. 1.09 લાખ કરોડ અને અન્ય અગ્રિમ-પ્રાયોરિટી સેક્ટર માટે રૂ. 26 હજાર કરોડનો હિસ્સો ધરાવે છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં અગ્રતા ક્ષેત્રના ધિરાણના વિકાસને આકાર આપનારા આ ડૉક્યુમેન્ટને ઝીણવટપૂર્વક તૈયાર કરવા માટેના નાબાર્ડના પ્રયાસોની સરાહના કરી હતી. નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડૉ. જ્ઞાનેન્દ્ર મણીએ આ ડોક્યુમેન્ટ અંગે જણાવ્યુ હતું કે, બેન્ક્સ દ્વારા તૈયાર કરવામાં આવતા એન્યુઅલ ક્રેડીટ પ્લાન માટેનો તે આધાર બનાવે છે. આ ઉપરાંત આ ડોક્યુમેન્ટમાં ક્ષેત્રીય મુદ્દાઓ અને વિકાસની સંભાવનાઓ સાકાર કરવા માટેના સૂચનો પણ પ્રકાશિત કરી છે.

Next Story