Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : નેશનલ ડિફેન્સ કોલેજ-નવી દિલ્હીના અધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી...

NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીરના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવ્યું છે

ગાંધીનગર : નેશનલ ડિફેન્સ કોલેજ-નવી દિલ્હીના અધિકારીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી...
X

નેશનલ ડિફેન્સ કોલેજ (NDC) નવી દિલ્હીના ૧૭ જેટલા અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી. NDCના ૧૭ તાલીમી અધિકારીઓનું એક જૂથ બ્રિગેડીયર પૂંદીરના નેતૃત્વમાં ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ જૂથમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ઓમાન, નાઇઝીરીયા અને મોરેશિયસ રાષ્ટ્રોના અધિકારીઓ પણ સહભાગી થયેલા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ, મુલ્કી સેવા-સિવીલ સર્વીસીસના અધિકારીઓ તેમજ ર૭ મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના-વ્યૂહાત્મક સંવર્ધન તેમજ નોલેજ શેરીંગ માટે આ કોલેજમાં દર વર્ષે રિફ્રેશર અભ્યાસ કોર્સ યોજવામાં આવે છે. આ અભ્યાસ દરમ્યાન અલગ-અલગ સાત જૂથમાં તાલીમાર્થીઓ જુદા-જુદા રાજ્યોની મુલાકાત લે છે.

Next Story