ગાંધીનગર: પી.એમ.મોદીના માતા હીરા બાએ 99 વર્ષની વયે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ

New Update
ગાંધીનગર: પી.એમ.મોદીના માતા હીરા બાએ 99 વર્ષની વયે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ 99 વર્ષની વયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી આની લોકોને પણ મતદાન કરવા અંગે સંદેશ આપ્યો હતો

ગાંધીનગરમાં મહાનગર પાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે PM મોદીના માતા હીરાબા રાયસણ ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા.વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ વોર્ડ નં 10માં વાડીબાઈ વિદ્યાસંકુલ ખાતે મતદાન કરી મતદાન જાગૃતિનો સંદેશ લોકોને આપ્યો છે. હીરાબાએ 99 વર્ષની વયે પણ મતદાન કરી એક નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબા PM મોદીના ભાઈ પંકજ મોદી સાથે રાયસણમાં મતદાન મથકે મતદાન કર્યું હતું. હીરાબાએ સહાયકની મદદથી મતદાન કરી લોકોને મતદાન જાગૃતીનો સંદેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબા દરેક ચૂંટણીઓમાં મતદાન કરતા જોવા મળે છે સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે વિધાનસભાની ચૂંટણીઓમાં કે લોકસભાની ચૂંટણીઓ હોય ત્યારે હીરાબાએ ગાંધીનગર મનાપાની ચૂંટણીમાં પણ મતદાન કરી પોતાની ફરજ અદા કરી છે અને લોકોને એક જાગૃત નાગરિક તરીકેનો સંદેશો આપી સૌ કોઈને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે

Latest Stories