Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણી રહેલા કોલેજના 13 યુવક-યુવતીઓની પોલીસે કરી અટકાયત

કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી મળીને 13 નબીરા ઈન્ફોસિટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

X

ગાંધીનગર વિસ્તારમાં આવેલા સ્વાગત એફોર્ડ સોસાયટીમાં બર્થડે પાર્ટીની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માણતા કર્ણાવતી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રહેતા યુવક યુવતી મળીને 13 નબીરા ઈન્ફોસિટી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

ગાંધીનગરમાં ઇન્ફોસિટી પોલીસ ને ગતરાત્રીના રોજ કંટ્રોલ રૂમમાંથી વર્ધી મળી હતી કે સ્વાગત ફોર્સ સોસાયટીમાં ફ્લેટ નંબર એક્ષ 501 માં કેટલાક છોકરા છોકરીઓ ભેગા મળી જોરજોરથી સ્પિકર વગાડી અવાજ કરે છે. જેનાં પગલે ઇન્ફોસિટી પોલીસે ફ્લેટ નં એક્ષ/501 માં દરોડા પાડતા યુવક યુવતીઓ દારૂના નશામાં મળી આવ્યા હતા.પોલીસે દારૂના નશામાં ચૂર યુવક યુવતીઓની પૂછતાછ કરતાં તેઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે યુવક યુવતીઓની અટકાયત કરી તેઓને મેડિકલ અર્થે મોકલી આપ્યા હતા

Next Story