ગાંધીનગર : રાજ્ય સરકારને મળી રાહત, એસ.ટી. કર્મચારી અને માજી સૈનિકોનું આંદોલન સમેટાયું...

રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાટનગરમાં ચાલતા આંદોલનમાંથી 2 આંદોલન પૂર્ણ થયા છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ છે

New Update
ગાંધીનગર : રાજ્ય સરકારને મળી રાહત, એસ.ટી. કર્મચારી અને માજી સૈનિકોનું આંદોલન સમેટાયું...

રાજ્ય સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. પાટનગરમાં ચાલતા આંદોલનમાંથી 2 આંદોલન પૂર્ણ થયા છે. વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા માટે હાલ સરકાર ચારેતરફથી ભીંસાઈ છે, ત્યારે ગઈકાલે એસટી કર્મચારીઓને આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. ત્યારે આજે માજી સૈનિકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ આવ્યો છે. સરાકરે ઉકેલ લાવવા માટે સમિતિની રચનાની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં 2 આંદોલન સમેટાયા છે.

જોકે, માજી સૈનિકોના 14 પ્રશ્નોનો ઉકેલ અંગે ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચુડાસમા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, માજી સૈનિકોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવા સમિતિની રચના કરાઈ છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને 5 સભ્યોની સમિતિ બનાવાઈ છે. જેમાં અધ્યક્ષ સાથે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગના અગ્ર સચિવ અને ગૃહ વિભાગના નાયબ સચિવની સમિતિ બનાવવામાં આવી છે. માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ કરવાની બાંહેધરી આપી છે,

ત્યારે આંદોલન સમેટાઈ જતા અને તેનો ઉકેલ આવતા જીતેન્દ્ર નિમાવત જણાવ્યું કે, ઘણા દિવસના અંતે નિરાકરણ લાવવા કમિટીની રચના થઇ છે. મને લાગે છે કે, ભૂતકાળમાં આવી કોઈ કમિટી બની નથી. ભવિષ્યમાં આજ રીતે સીધી લીટીમાં મે સરકારને રજૂઆત કરીશું. છેવાડાના માજી સૈનિકોને સાંળલે તેવી રજૂઆત કરીશું. આજે અમે રાજી ખુશીથી ઘરે જઈએ છીએ. પરંતું બીજી બાજુ આંદોલનની આગ યથાવત છે. વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કર્મચારી આક્રમક આંદોલન યથાવત છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા. વિધાનસભા ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કર્મચારી આક્રમક આંદોલન જોવા મળ્યું. જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માગ પર કર્મચારીઓ પર અડગ છે. તો ગાંધીનગર સુધી પહોંચતા શિક્ષકોને અટકાવવા શિક્ષણ વિભાગ સક્રિય બન્યું છે. કેટલાક જિલ્લામાં તાલુકા પ્રાથમિક અધિકારી મારફતે તા. 21થી 23 સપ્ટેમ્બર શિક્ષકોની રજા મંજૂર ન કરવા આદેશ કરાયા છે. ઉચ્ચ અધિકારીઓ પ્રાથમિક શાળામાં પહોંચી હોવાનું કારણ અપાયું છે. મહત્વનું છે કે, આકસ્મિક સંજોગોમાં રજા માટે શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે મંજૂરી લેવાની હોય છે, ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રજા મંજૂર કરી નથી. આરોગ્યકર્મીઓની ગાંધીનગર પહોંચવા માટે આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ કરાયો છે.

Latest Stories