ગુજરાતના પશુપાલકોને મુખ્યમંત્રીએ આપી વધુ એક ભેટ
250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે
રાજ્યના 2500થી વધુ ગામને મળશે લાભ મળશે
ગુજરાતના પશુપાલકોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક ભેટ આપી છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવામાં આવશે ગુજરાતના પશુપાલકોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વધુ એક ભેટ આપી છે. ગુજરાતમાં તમામ ગામોમાં ઘર આંગણે પશુ સારવાર સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવા માટે વધુ એક કદમ ઉઠાવવામાં આવ્યો છે.
10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ચાલુ વર્ષે 250 નવીન મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાશે. જેનાથી રાજ્યના 2500થી વધુ ગામને મળશે લાભ મળશે. આ યોજના અંગે માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300 થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ચાલુ વર્ષે વધુ ૨૫૦ ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.