ગાંધીનગર: ઉત્સવો પાછળ સરકારે છેલ્લા 2 વર્ષમાં રૂપિયા 46 કરોડ ખર્ચ્યા !

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્સવો પાછળ રૂપિયા 46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે

ગાંધીનગર: ઉત્સવો પાછળ સરકારે છેલ્લા 2 વર્ષમાં રૂપિયા 46 કરોડ ખર્ચ્યા !
New Update

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં ઉત્સવો પાછળ રૂપિયા 46 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે

રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ છેલ્લા બે વર્ષમાં સરકારે કુલ 46 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. તો કચ્છના રણ ઉત્સવમાં સફેદ રણ નિહાળવા આવતા પ્રવાસીઓની એન્ટ્રી ફી થી છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને કુલ 3.25 કરોડ રૂપિયાની આવક થઈ છે. કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીએ રાજ્યમાં 2022 અને 2023માં મહોત્સવો પાછળ થયેલા ખર્ચ અંગે જાણકારી માગી હતી. જેના લેખિત જવાબમાં પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે, 2022 અને 2023માં અનુક્રમે નવરાત્રિ મહોત્સવ પાછળ 759 લાખ અને 876 લાખ, પતંગોત્સવ પાછળ 12.54 લાખ અને 716 લાખ, રણોત્સવમાં 1223 લાખ અને 1016 લાખનો ખર્ચ કરાયો હતો. તે પૈકી જમવા અને રહેવા પાછળ 54.13 લાખ અને ટ્રાન્સપોર્ટેશન માટે 181.15 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 

#festivals #CGNews #46 crore rupees #Gandhinagar #government #Gujarat
Here are a few more articles:
Read the Next Article