Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : તાઉતે વાવાઝોડાથી નુકશાનીના રી-સર્વેનો સરકારનો ઇન્કાર

ગુજરાતમાં વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના કોંગી ધારાસભ્ય અમરીશ ડેરને ઇજા પહોંચી છે

X

ગુજરાતમાં વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના કોંગી ધારાસભ્ય અમરીશ ડેરને ઇજા પહોંચી છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં કોંગ્રેસના બંને નેતાઓ ઘાયલ થયાં છે...

થોડા મહિનાઓ પહેલાં સૌરાષ્ટ્રમાં ટાઉતે વાવાઝોડાના કારણે ખેતી, મકાનો તથા વીજથાંભલાઓને મોટાપાયે નુકશાન થયું છે. વાવાઝોડા બાદ સરકારે રૂપિયા એક હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. પણ વાવાઝોડાથી થયેલા નુકશાન અંગે થયેલાં સર્વે સામે સવાલો ઉભા થયાં છે. જે લોકોને વાવાઝોડાથી સાચા અર્થમાં નુકશાન થયું છે તેઓ જ સહાયથી વંચિત રહી ગયાં છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજયપાલ સાથે મુલાકાત કરી હતી. અસરગ્રસ્તોને નુકશાનનું પુરેપુરૂ વળતર મળે તેવી માંગ કરી હતી. આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજયું હતું.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ એસપી ઓફિસની બહાર રામધુન બોલાવી હતી. તેમણે ટાઉટે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને પુરેપુરૂ વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે ધરણા શરૂ કરી દીધાં હતાં. ગાંધીનગરમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ કોંગી આગેવાનોને પકડવા માટે દોડી હતી. આ દોડધામમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરને ઇજા પહોંચી હતી. પોલીસના દમનકારી વલણ સામે કોંગી આગેવાનોએ ઉગ્ર શબ્દોમાં વિરોધ કર્યો હતો. સરકારે પણ ટાઉટે વાવાઝોડાથી થયેલાં નુકશાનનો રી- સર્વે કરી દેવાનો ઇન્કાર કરી દીધો છે.

Next Story