ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં સિંગાપોર ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ જુલાઇ સુધીમાં થશે કાર્યરત,જુઓ શું થશે ફાયદો

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આગામી જુલાઇ મહિનામાં કાર્યરત થઈ જશે.

New Update
ગાંધીનગર: ગિફ્ટ સિટીમાં સિંગાપોર ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ જુલાઇ સુધીમાં થશે કાર્યરત,જુઓ શું થશે ફાયદો

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આગામી જુલાઇ મહિનામાં કાર્યરત થઈ જશે. આ બાબતે સી.એમ.ભુપેન્દ્ર પટેલ અને સિંગાપોરના હાઇકમિશનર વચ્ચે બેઠક યોજાય હતી

ગાંધીનગરનું ગિફ્ટ સિટી દેશ વિદેશને આકર્ષી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ હવે સાકાર થઇ રહ્યો છે ત્યારે સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આગામી જુલાઇ મહિનામાં ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કાર્યરત થઇ જશે તેવી માહિતી સિંગાપોરના હાઇકમિશનર સિમોન વાગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત દરમિયાન આપી હતી.આ બેઠકમાં સિંગાપોરનું ડેલિગેશન પણ જોડાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સિંગાપોરમાં જમીનની અછતને કારણે એમએસએમઇ એકમો પોતાની નવી ફેસિલિટીઝ માટે અન્ય દેશો તરફ વળ્યા છે.

આવા એકમો ગુજરાતમાં પ્રોડક્શન શરૂ કરે તો તેમને ગ્લોબલ માર્કેટમાં સપ્લાય માટે મદદ મળી શકશે અને ભારતના વિશાળ બજારનો પણ લાભ મળશે. ગુજરાતમાં એમએસએમઇ અને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ માટે કોલોબરેશનની સાનુકૂળ તક છે.ગિફ્ટ સિટીમાં સિંગાપોરની ફિનટેક કંપનીઓ પણ આવે તે અંગે ચર્ચા થઈ હતી. સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, ટાઉનશિપ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ફેસેલિટી ડેવલપમેન્ટમાં સિંગાપોરની કંપનીઓ રોકાણ કરે તે મુદ્દે પરામર્શ થયો હતો. ગિફ્ટ સિટીમાં દેશ ઉપરાંત વિદેશી મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કરવાનો સરકારનો ઇરાદો છે. અહીં આ હેતુને ધ્યાનમાં રાખી શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય સુવિધાઓ વિકસિત કરવામાં આવી રહી છે

Latest Stories