ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે…

New Update

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગાંધીનગરમાં તેમને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, ગાંધીનગર મનપામાં ભાજપની મોટાભાગની પેનલનો ભવ્ય વિજય થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશન મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરશે, ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી અને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ ટી સ્ટોલ શરૂ કરાઇ રહી છે. આ સાથે તેઓ પાનસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કરવાના છે. ઉલ્લેખનિય છે કે, નવરાત્રી સમયે દર વર્ષે બીજા નોરતે અમિત શાહ માણસાની મુલાકાત લેતા હોય છે, ત્યારે આજે મોડી સાંજે તેઓ વતન માણસામાં પરિવાર સાથે માતાજીના દર્શન કરશે અને પોતાના કુળદેવીની પૂજા અર્ચના કરશે. કલોલ પાનસરમાં નવા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ કરશે. પાનસર આરોગ્ય કેન્દ્રમાં છ બેડની વ્યવસ્થા ઉપરાંત લેબોરેટરી તથા માઇનોર ઓટીની પણ સુવિધા ઉભી કરવામાં આવે છે, ત્યારે તેના લોકાર્પણ બાદ કલોલના જ હાજીપુરમાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. જેના કારણે હવે આ વિસ્તારના દર્દીઓને તેનો લાભ મળશે.

Latest Stories