Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: પૂર્વ સીએમ જશે પૂર્વ સીએમના બંગલામાં રહેવા; વિજય રૂપાણીને ફાળવાયો કેશુભાઈ પટેલનો બંગલો

ગાંધીનગર: પૂર્વ સીએમ જશે પૂર્વ સીએમના બંગલામાં રહેવા; વિજય રૂપાણીને ફાળવાયો કેશુભાઈ પટેલનો બંગલો
X

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એકાએક હટાવી દેવામાં આવ્યા બાદ હવે રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી તરીકે નિયમ મુજબ ગાંધીનગરમાં બંગલો ફાળવવામાં આવશે. જેમાં વિજય રૂપાણીને કેશુભાઈ પટેલનો જ સેક્ટર 19 નો બંગલો આપવામાં આવે તેવી શક્યતા છે. આમ વિજય રૂપાણીનું ઘર આનંદીબેન પટેલની પાછળ જ આવી જશે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલનું સેક્ટર 19 ખાતે આવેલું સરકારી નિવાસ સ્થાન ફાળવવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે.

આ મામલે માર્ગ–મકાન વિભાગના અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી લીધો છે અને આ બંગલાનું નિરીક્ષણ વિજય રૂપાણી અંગત વ્યક્તિ દ્વારા થઇ ચૂકયું છે.

સત્તાવાર રીતે તેમના નિવાસ સ્થાન ખાલી કરીને ટૂંક સમયમાં સેક્ટર 19 ખાતેના નિવાસસ્થાન પ્રસ્થાન કરશે અને તેઓ ત્યાં રહેશે નિયમ અનુસાર પૂર્વ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં નિવાસસ્થાન ફાળવવામાં આવે છે સેક્ટર 19માં કે ટાઈપ બંગ્લા બનાવવામાં આવ્યા છે.

Next Story
Share it