Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વિધાનસભા ખાતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન યોજાયું, CM ભુપેન્દ્ર પટેલે કર્યું વોટિંગ

દેશમાં 15 માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. ત્યારે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે.

X

દેશમાં 15 માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. ત્યારે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે. જે બાદ આ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પણ મતદાન કર્યુ હતું.

ગાંધીનગર વિધાનસભામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું હતું. આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ મતદાન કર્યું હતું.રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે અમારા તમામ ધારાસભ્યો યુપીએ ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા ને મત આપશે તો સાથે જણાવ્યું કે વર્તમાન ભાજપ અટલ બિહારી બાજપાઇનું નથી. આ ભાજપ તો લોકશાહીને ખતમ કરી રહ્યું છે અને યશવંત સિન્હા ના પાર્ટી સાથેના વ્યક્તિગત સંબંધ હોઈ કોઈ તેમને મદદ કરી શકે છે આમ મતદાન પૂર્ણ થયા બાદ બેલેટ બોક્સ ને સીલ કરવામાં આવશે અને હવાઈ માર્ગે દિલ્હી લઇ જવાશે.

Next Story