ગાંધીનગર: અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક આપશે રૂ. 3 હજાર કરોડની લોન,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક

ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી

New Update
ગાંધીનગર: અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક આપશે રૂ. 3 હજાર કરોડની લોન,CMની અધ્યક્ષતામાં યોજાય બેઠક

ગાંધીનગરમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધીઓની બેઠક મળી હતી. જેમાં અમદાવાદ મહાનગર પાલિકાને વર્લ્ડ બેન્ક દ્વારા રૂ.3 હજાર કરોડની લોન આપવા બાબતની મંજૂરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

અમદાવાદ મહાનગર ગુજરાત રિઝિલિયન્સ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વર્લ્ડ બેન્ક દ્વારા અંદાજે ૩ હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નિયત કરવામાં આવ્યું છે દેશના વિકસતા શહેરો માટે વર્લ્ડ બેંક દ્વારા આ પ્રોગ્રામ અન્વયે વિવિધ માળખાકીય સુવિધા વિકાસ કામો માટે લોન આપવામાં આવે છે.ગુજરાતમાં અમદાવાદને પ્રથમ પસંદગી તરીકે વર્લ્ડ બેંક દ્વારા આ લોન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આ સંદર્ભમાં વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે શહેરી વિકાસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની આગામી ર૦પ૦ના વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલા છે.

વર્લ્ડ બેંક દ્વારા રૂ. ૩૦૦૦ કરોડની જે લોન અમદાવાદને ફાળવવામાં આવશે તે અંતર્ગત જે કામો-પ્રોજેકટ હાથ ધરવાની થાય છે. તેમાં હયાત એસ.ટી.પી.ની કેપેસિટીમાં વધારો અને ટેકનોલોજી અપગ્રેડેશન, નવા એસ.ટી.પીના નિર્માણ, ઇન્ડસ્ટ્રીયલ રિયુઝ માટે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, હયાત મુખ્ય ડ્રેનેજ લાઈનના રિહેબિલિટેશન અને નવા માઇક્રો ટનલિંગ લાઇનનું કામ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ અને તળાવ ડેવલપમેન્ટ તથા તેની સાચવણી અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનના કામોનો સમાવેશ થાય છે

Latest Stories