આજે દેશભરમાં 73માં ગણતંત્ર દિવસને લોકો આનંદ અને ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે, ત્યારે કોવિડ નિયમોના પાલન સાથે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ધ્વજનવંદન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે 73માં ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજનવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કરી સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, આજનો આ પ્રજાસત્તાક દિન ખૂબ જ ઉત્સાહથી ઉજવાય રહ્યો છે. દેશને આઝાદી અપાવવા જે વિરપુત્રો શહિદ થયા છે, જેમને પોતાની યુવાની જેલમાં વિતાવી છે, જેમને અંગ્રેજોનો જુલમ સહન કર્યા છે તેવા વિરોને આજે આપણે યાદ કરવા જોઇએ. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહિ તરીકે આપણો દેશ ઉભરી આવ્યો છે. સૌથી મજબૂત લોકશાહિ દેશ તરીકે આપણે પ્રગતી કરી રહ્યા છીએ. આજના દિવસે આપણા દેશનું બંધારણ ઘડનાર ડો. બાબા સાહેબ આબંડકરનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. આ પ્રસંગે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું.