નવસારી જિલ્લામાં ગણેશ વિસર્જન પૂર્ણ થતાં જ નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ દ્વારા બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં 4 લીવ રિઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટરોને પોલીસ સ્ટેશન ફાળવાયા છે, જ્યારે અલગ અલગ 10 જેટલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈસ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે.
-ક્યા પોલીસ ઈન્સ્પેક્ટરોની કઈ જગ્યાએ બદલી થઈ :
PI ટી.એ.ગઢવીની LIB કચેરીથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી
PI એ.એચ.રાજપૂતની CPI બીલીમોરા કચેરીથી LIB કચેરીમાં બદલી
PI કે.એચ.ચૌધરીની નવસારી ટાઉન પોલીસ સ્ટેશનથી ચીખલી પોલીસ સ્ટેશનમાં બદલી
PI એન.એમ.આહીરની SOG કચેરીથી વાંસદા પોલીસ સ્ટેશનમાં બદલી
PI પી.એ.આર્યાની બીલીમોરા પોલીસ સ્ટેશનથી SOG કચેરીમાં બદલી
PI કે.ડી.નકુમની CPI કચેરીથી બીલીમોરા પોલીસ સ્ટેશનમાં બદલી
PI એ.જે.ચૌહાણની લીવ રિઝર્વ (હેડ ક્વાર્ટર)થી ગણદેવી પોલીસ સ્ટેશન બદલી
PI એ.એસ.સરવૈયાની લીવ રિઝર્વ (હેડ ક્વાર્ટર)થી બીલીમોરા પોલીસ સ્ટેશન સેકન્ડ
PI પી.ડી.ચૌધરીની લીવ રિઝર્વ (હેડ ક્વાર્ટર)થી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન બદલી
PI યુ.એલ.મોદીની લીવ રિઝર્વ(હેડ ક્વાર્ટર)થી LIB કચેરી સેકન્ડ
ઉપરોક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોએ તાત્કાલિક છૂટા થઈ, હવાલો સંભાળી હાજર થવા અનુરોધ કરવામાં આવ્યો છે.