ગીર સોમનાનાથ: વન્ય જીવોનો શિકાર કરતા 4 શિકારીઓની ધરપકડ

ધામળેજ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનીકો દ્રારા ચાર વ્યક્તિઓને પ્રાણીઓના શિકારની શંકાના આધારે પકડી પાડવામાં આવ્યા

New Update
ગીર સોમનાનાથ: વન્ય જીવોનો શિકાર કરતા 4 શિકારીઓની ધરપકડ

ગીર સોમનાથના વેરાવળ રેન્જના સુત્રાપાડા વિસ્તાર ના ધામળેજ ગામ પાસે થી વન્ય કાચબા ની ઢાલ સાથે ૪ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડ્યા છે.

ગીર સોમનાથના સુત્રાપાડાના ધામળેજ ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનીકો દ્રારા ચાર વ્યક્તિઓને પ્રાણીઓના શિકારની શંકાના આધારે પકડી પાડવામાં આવ્યા હતા લોકોએ આ શકમંદોની તપાસ કરી તો આ શંકાસ્પદ જણાતા શિકારીઓની પાસેથી એક મૃત કાચબાની ઢાલ તેમજ વન્ય પ્રાણીઓ ફસાવવાના બે ફાંસલા સહીત છરી, ચપ્પા, દાતરડા દોરી વગેરે મળી આવ્યા હતા ત્યારે મામલાની ગંભીરતા સમજીને સ્થાનિકોએ વનવિભાગને જાણ કરી હતી.વેરાવળ રેન્જ ફોરેસ્ટ વિભાગે ત્રણ આરોપીની અટક કરી તપાસ શરૂ કરી છે. પકડાયેલા ત્રણ આરોપી લાલુ વાઘેલા,વરજાંગ પરમાર,કનું સોલંકી છે.જ્યારે આ બનાવમાં ચોથા આરોપી તરીકે પાછળથી હરસુખ પરમારને પણ વન વિભાગે ઝડપી લીધો હતો

Latest Stories