Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ભાજપ શિક્ષક સેલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું

દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ગીર સોમનાથ ભાજપ શિક્ષક સેલ દ્વારા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

ગીર સોમનાથ: દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ભાજપ શિક્ષક સેલ દ્વારા સેમિનારનું આયોજન કરાયું
X

દેશની નવી શિક્ષણનીતિ અંગે સમજ આપવા ગીર સોમનાથ ભાજપ શિક્ષક સેલ દ્વારા કોડીનાર સોમનાથ એકેડેમી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.આ સેમિનારમાં ગુજરાત પ્રદેશ ભાજપ શિક્ષક સેલનાં કન્વીનર મહેન્દ્ર ભાઈ પાડલિયા, ભુપેન્દ્રભાઈ વિઠલાણી સહિતનાં મહાનુભાવોએ મનનીય વક્તવ્ય આપ્યું હતું.આ સેમિનારમાં ગીર સોમનાથ જિલ્લાનાં અનેક મહાનુભાવો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ખાતે સોમનાથ એકેડેમીમાં આજે જિલ્લા ભાજપ શિક્ષક સેલનાં ઉપક્રમે રાષ્ટ્રની નવી શિક્ષણનીતિ અંગે સરળતાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અવગત કરવાના હેતુથી વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારની સોમનાથ એકેડેમી ખાતે આજે યોજાયેલા નવી શિક્ષણનીતિ માર્ગદર્શન સેમિનારમાં વિવિધ વકતાઓએ ઉપસ્થિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે, "નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આ શિક્ષણ નીતિનો અમલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.જે આપણા માટે ગર્વની બાબત છે." આ શિક્ષણનીતિમાં શિક્ષણનું સરળીકરણ અને શિક્ષણ દ્વારા રોજગાર ની ઉપલબ્ધીને સમાવવામાં આવી છે. પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધીની શિક્ષણ પદ્ધતિ વિવિધ તબક્કામાં ગોઠવવામાં આવી છે.જેમાં ભારતનો વાસ્તવિક ઈતિહાસ અને ઋષિ પરંપરાના શિક્ષણને ઉજાગર કરવામાં આવ્યું છે.વર્ષ 2023 સુધીમાં સમગ્ર દેશમાં આ શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે.આથી ભારત ના વિદ્યાર્થીઓ અને યુવાપેઢી ખુમારી સાથે આગળ વધી શકશે.

Next Story