ગીર સોમનાથ : ભારતીય સેનામાં 19 વર્ષ સેવા આપી નિવૃત થતા જવાનનું ભવ્ય સન્માન કરાયું...

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના યુવાન ફોજમાં 19 વર્ષ સેવા આપી નિવૃત થતા સમસ્ત ગામ દ્વારા ફોજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના અજયસિંહ મોરી નામના રાજપૂત યુવાને ભારતીય આર્મીમાં 19 વર્ષ સુધી દેશ માટે સેવા બજાવી છે. જોકે, તેઓ નિવૃત થતા આ યુવાન પોતાના માદરે વતન દેદાની દેવળી ગામ પરત ફર્યો હતો. આર્મીમાં 19 વર્ષ ફરજ બજાવી પરત ફરેલા ફોજીયુવાન નું પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેદાની દેવળી સમસ્ત ગામ તેમજ તાલુકાના યુવાનોએ કોડીનાર-વેરાવળ બાયપાસથી 10 કિમી લાંબી બાઇક રેલી યોજી ફોજીનું સન્માન સાથે સ્વાગત કરાયું હતું.

Latest Stories