ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમીનાર યોજાયો

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ગીર સોમનાથ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમીનાર યોજાયો

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે અભ્યાસલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.આ કાર્યક્રમમાં NIOS ઈડીપી સુપરવાઈઝર માનક સોબરા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર લલિત પટેલ, NCC સીઓ અર્પણ સખિયા, આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલના આચાર્ય અને દાલમિયા પબ્લિક સ્કૂલના આચાર્ય તેમજ ગીર સોમનાથના NIOS એડમિશન સેન્ટરના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

Latest Stories