ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવને ચંદ્રયાનનો શૃંગાર કરવામાં આવ્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી ગામે પ્રાચીન વ્રજનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને કરાયેલ વિશિષ્ટ શૃંગાર શિવભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો.ગામના બજરંગ ગ્રુપના યુવાનો દ્વારા ટેકનોલોજીની સાથે વૈદિક સંસ્કૃતિનો સમન્વય જોડી આ વિશિષ્ટ શૃંગાર કરાયો હતો.જેમાં યુવાનો દ્વારા આપણા દેશનું ગૌરવ ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ સાથે ચંદ્રમંડળ તેની સાથે સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના 18 અધ્યાયની માહીતી રજૂ કરવામાં આવી હતી