Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : બાદલપરા ગામે “મેરી માટી-મેરા દેશ” અભિયાનના પ્રારંભ સાથે રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરાય...

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

X

ગીર સોમનાથ જિલ્લામાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં બાદલપરા ખાતે "માટીને નમન, વીરોને વંદન" થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામે તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડની ઉપસ્થિતિમાં 'મેરી માટી મેરા દેશ' અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં "માટીને નમન, વીરોને વંદન" થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી વેળા ધારાસભ્ય સહિત બાદલપરાના ગ્રામજનોએ શિલાફલકમનું અનાવરણ કરી દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા. તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સાથે જ શિલાફલકમના લોકાર્પણ સાથે બાદલપરાના ગ્રામજનોએ શહીદદ વીરોને અંજલી આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા. આ સાથે જ અમૃતવાટીકામાં વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય સેનામાં ફરજ બજાવતા ગામના યુવા વિજય બારડના માતૃશ્રીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રની એકતા અને એકસૂત્રતાને મજબૂત કરવા માટે ગીર સોમનાથના બાદલપરા સહિત, દુદાણાં, બીજ, ધણેજ, ખત્રીવાડા સહિતના ગામના ગ્રામજનોએ પંચપ્રણ પ્રતિજ્ઞા સહિત સેલ્ફી લઇ માતૃભૂમિ માટે રોજરોજ સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા હતા. આ તકે, ગામના આગેવાનો તેમજ આંગણવાડીની બહેનો સહિત બહોળી સંખ્યામાં સ્થાનીકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story