New Update
/connect-gujarat/media/post_banners/dc08bb6e7bed0c00a221486aa4a40e2f042038dfa320cb47fd1009f360b7cff9.jpg)
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમા મહા ખેડૂત શિબિર જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ ની પ્રતિમા નું અનાવરણ સાથે ખેડૂત શીબીર યોજાઇ હતી જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વીશેષ ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિશાળ કદની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સી આર પાટીલ ના હસ્તે અનાવરણ કરાયું હતું. યાર્ડના મેદાનમાં ખેડૂત શીબીર યોજાઇ હતી જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો અને આગેવાનોએ ગીરની સુવિખ્યાત કેસર કેરીના સંવર્ધન અને રક્ષણ માટે માર્ગદર્શન આપ્યું હતું