Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : જળતાંડવની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રીએ કર્યું હવાઈ નિરીક્ષણ, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક...

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,

X

વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલીઓ સર્જાઈ હતી. ગીર સોમનાથમાં જળતાંડવની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વેરાવળ તાલુકાના શોનારીયા, સુત્રાપાડા અને તાલાલામાં થયેલ ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવી હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાહત કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Next Story