-
સોમનાથમાં ડિમોલેશનમાં સર્જાયો વિવાદ
-
દબાણકારો રસ્તા પર ઉતરી આવ્યા
-
ધારાસભ્ય દબાણકારોના સમર્થનમાં ઉતર્યા
-
70 થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા
-
તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યનો ગંભીર આરોપ
ગીર સોમનાથમાં તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.જોકે ધારાસભ્ય અને દબાણકારોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો,અને પોલીસ સાથે પણ ઘર્ષણની ઘટના બનતા પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી.
સોમનાથ જિલ્લામાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરીનો વિવાદ વકર્યો છે,વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી ડિમોલેશનની કામગીરી સામે 70થી વધુ દબાણકારોએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે,અને કોર્ટ દ્વારા જિલ્લા કલેકટર અને તંત્રને આ સંદર્ભે નોટિસ પણ ફટકારી હતી,જોકે તેમ છતાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો,અને ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ દબાણકર્તાઓનાં સમર્થનમાં આવ્યા છે,અને આ કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.તેમજ જિલ્લા કલેકટર પર આકરા શાબ્દિક પ્રહાર કરીને તંત્ર પર દાદાગીરીનો આક્ષેપ કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો,જોકે દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું,અને પોલીસે તેઓની સામે અટકાયતી પગલાં લીધા હતા.સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે,ત્યારે તંત્રની કામગીરી સામે દબાણકર્તાઓમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.