Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : લીલા નાળીયેરના ગઢમાં આવ્યું નારિયેળના પાક પર જ સંકટ, જુઓ શું કહ્યું ખેડૂતોએ !

લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.

X

લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે. ખેડૂતો દ્વારા પોતાના પાકને બચાવવા માટે વ્યાપક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. પરંતુ હવે આ લીલા નાળીયેર આરોગ્ય પ્રદ માનવા કે, કેમ એ પણ લોકોના મનમાં સવાલ ઊભો થયો છે.

છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીએ લોકોને ચિંતીત કર્યા હતા. તેની સાથે જ લીલા નાળીયેર માટે સાનુકુળ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં આરોગ્યપ્રદ મનાતા લીલા નાળીયેરમાં પણ મહા રોગે સંકટ ઊભું કર્યું છે. સફેદ માખી નામના રોગે નાળીયેરના બગીચાઓને વીરાન કરી દીધા છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતો સફેદ માખીના ઊપદ્રવને ભગાડવા 3 માસે આખા બગીચાઓમાં અતી ઝેરી દવાઓથી વ્યાપક છંટકાવ કરી રહ્યા છે. પાકને બચાવવાનો ખેડૂતો રાત દિવસ પ્રયાસ કરી રહ્યા છે.

જોકે, આરોગ્ય પ્રદ નાળીયેર મોટાભાગે દર્દીઓને બીમારી સમયે પીવડાવવાનો તબીબો આગ્રહ કરતા હોય છે. પરંતુ વ્યાપક ઝેરી દવાઓના છંટકાવ બાદ આ લીલું નાળીયેર કેટલું ફાયદો આપી શકે, તે પણ લોકોમાં સવાલ ઊભો થયો છે, ત્યારે હવે લોકો તબીબોની સલાહ બાદ જ આ નીળીયેર પીવું હીતકારી માની રહ્યા છે. તો લીલા નાળીયેરમાં રોગ આવ્યા પહેલાં તેનો પાક સારો હતો. અને તેના ખેડૂતોને 10થી 15 રૂપીયા મળતા હતા, જ્યારે બજારમાં પહોચતાં 30થી 40 રૂપીયામાં લોકોને નાળિયેર મળી રહ્યા છે. પરંતુ પાક ઘટતાં હાલ ખેડૂતોને 20 રૂપીયા મળે છે, જ્યારે બજારમાં 80થી 100 રૂપીયામાં પણ નાળિયેર વેચાઈ રહ્યા છે. આ સાથે જ નાળિયેરની દેશભરમાં નિકાસ થતી હતી, તે પણ હવે આ રોગના કારણે વ્યાપક રીતે ઘટી છે.

Next Story