Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: એડવાન્સ ટેકનોલોજીથી તૈયાર થઈ રહ્યો છે સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા, જુઓ શું છે ખાસિયત

સોમનાથ મંદિરનો ડિજિટલ ડેટા તૈયાર થશે, અમદાવાદની કંપનીને કામ સોંપવામાં આવ્યું.

X

સોમનાથ મંદિરનો થ્રીડી ડેટા તૈયાર કરવા માટે પાંચ કરોડના ખર્ચથી અદ્યતન ઉપકરણોના માધ્યમ એડવાન્સ ટેકનોલોજીથી શરૂ કરાઇ રહી છે. અમદાવાદની ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. દેશભરમાં ભવ્ય મંદિરના થ્રીડી ડેટા તૈયાર કરવાની આ પહેલી ઘટના છે.

સોમનાથ મંદિરનો થ્રીડી ડેટા તૈયાર કરવા માટે પાંચ કરોડના ખર્ચથી અદ્યતન ઉપકરણોના માધ્યમ એડવાન્સ ટેકનોલોજીથી શરૂ કરાઇ રહી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમદાવાદની ખાનગી કંપનીને કામ સોંપવામાં આવ્યું છે.

આવનારા સમયમાં આ ડેટા બહું ઉપયોગી બનશે. કલા અને સંસ્કૃતિ સ્થાપત્યને જીવંત રાખવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથ મુખ્ય મંદિરના થ્રીડી ડેટા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાય છે. અદ્યતન ઉપકરણો ડ્રોન કેમેરા સહિત મંદિરની નાનામાં નાની જગ્યા કલા કોતરણી લંબાઈ પહોળાઈ સહિત તમામ વસ્તુનો સમાવેશ ડેટામાં થશે.

આવનારા સમયમાં દેશ-વિદેશમાં આ ટેક્નોલોજીથી આ ડેટાના દર્શન કરી શકાશે. આ ડિજિટલ ડેટા થ્રીડી તૈયાર મોટા અને ઐતિહાસિક ઈમારતો માટે કરાય છે. પરંતુ 800 વર્ષ પૂર્વેની નાગરશૈલીના આ સોમનાથ મંદિરનો ડીઝીટલ ડેટા તૈયર કરાય રહ્યો છે. જે દેશભરમાં પ્રથમ ઘટના છે. આ મંદિરનું સ્થાપત્ય કલા અને કોતરણી જોવા માટે પણ દેશ વિદેશના લોકો આવે છે.

Next Story