હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદનું અનુમાન છે.
આજે બે જિલ્લામાં ઓરેન્જ તો 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આજે અમરેલી, ભાવનગર,બનાસકાંઠા, મહેસાણા,મહીસાગર, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. આજે પંચમહાલ, સુરતમાં વરસાદનું યલો એલર્ટ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે તો કેટલાકમાં મઘ્યમ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા પોરબંદર, જામનગર સહિતના વિસ્તારમાં વરસાદની શક્યતા મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી છે.