-
ઐતિહાસિક ખનીજ ચોરીની ઘટના
-
ભુમાફિયાઓ પર જિલ્લા કલેકટરે બોલાવી તવાઈ
-
દોઢ માસમાં 2.21 અબજની ખનીજ ચોરીનો દંડ વસુલાયો
-
જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં સામે આવી ખનીજચોરી
-
જિલ્લા કલેકટરની કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે,ત્યારે જિલ્લા કલેકટર દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત દોઢ માસમાં 2.21 અબજનો ખનીજ ચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી હતી,જેના કારણે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં મંજુર થયેલ લીઝના ઓથા હેઠળ જ ખનીજ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.અને જિલ્લાના 26 સ્થળો પર દરોડામાં મોટી ખનીજ ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો હતો.ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં સૌથી વધુ 16 સ્થળો પર અને ઉના,વેરાવળ અને તલાલા તાલુકામાં 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા,જેમાં ઇતિહાસમાં પ્રથમ વખત 2.21 અબજની ખનીજ ચોરી ઝડપાઈ હતી,અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ભૂમાફિયાઓ સામેની કડક કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી ગયો હતો.