વેરાવળમાં જિલ્લા કલેક્ટરની વોર્ડ સભા
પ્રથમ વખત ખુદ કલેકટરે યોજી વોર્ડ સભા
નાગરીકોએ કરી વિવિધ પ્રશ્નોની રજૂઆત
સાફ સફાઈ,ગંદકી સહિત સમસ્યા અંગે કરાઈ રજૂઆત
નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ અંગે કલેકટરે આપી ખાતરી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ખુદ જિલ્લા કલેકટરે વોર્ડ સભા યોજી હતી,અને સફાઈ,ગંદકી સહિતની સમસ્યા અંગેના નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો શરૂ કર્યા છે.
ગીર સોમનાથમાં જિલ્લાના વેરાવળ શહેરમાં રાત્રી વોર્ડ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં નાગરિકોના પ્રશ્નો સાંભળવા અને તેનું સુખદ નિરાકરણ લાવવા માટે ખુદ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા,કલેકટરની હાજરીમાં નાગરિકોએ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા કલેકટર ખુદ નાગરિકોની વચ્ચે આવી સમસ્યાના સમાધાન માટે આવ્યા હતા. આ રાત્રી વોર્ડ સભામાં પ્રથમ તો નાગરિકોએ જિલ્લા કલેકટર સમક્ષ પાલિકા તંત્રની લાલીયાવાડીની પોલ ખોલતા સફાઈ, પાણી, રસ્તા, લાઇટ જેવી પ્રાથમિક સુવિધા બાબતે દાખવવામાં આવતી દુર્લક્ષતા મુદ્દે રજૂઆતનો મારો ચલાવ્યો હતો.
જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોની સમસ્યાઓ સાંભળીને જાણીને તેનું સુખદ નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી,જિલ્લા કલેકટરના આ પ્રયાસોને નાગરિકોએ બિરદાવ્યો હતો,અને તેમની સમસ્યાનું સુખદ નિરાકરણ હવે આવશે તેવો નાગરિકોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ સભામાં પ્રાંત અધિકારી વિનોદ જોષી, પાલિકા પ્રમુખ પલ્લવી જાની, કારોબારી અધ્યક્ષ ચંદ્રિકા સિકોતરિયા સહિત નગરસેવકો અને પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/12/04/p-two-arrested-for-betting-on-ipl-match-p-_1743103086441-2025-12-04-09-05-56.jpg)