ગીર સોમનાથ : વેરાવળની દેવકા નદીમાં પ્રદૂષણથી લોકોને આંખોમાં બળતરા, અતિશય દુર્ગંધની પણ ઉઠી ફરિયાદ…

વેરાવળની ભાગોળમાંથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ ઉઠવા પામી છે.

New Update
ગીર સોમનાથ : વેરાવળની દેવકા નદીમાં પ્રદૂષણથી લોકોને આંખોમાં બળતરા, અતિશય દુર્ગંધની પણ ઉઠી ફરિયાદ…

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ભાગોળમાંથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણ ફેલાતા લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની ફરિયાદ ઉઠવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીકથી પસાર થતી દેવકા નદીમાં ગંભીર પ્રદૂષણનો મામલો આવ્યો સામે છે. નદીમાં કેમીકલયુક્ત પાણી ઠલવાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નદીમાં જળ પ્રદુષણથી ત્રસ્ત સ્થનિકો દ્વારા જવાબદાર તંત્રમાં અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દેવકા નદીમાં ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, નદીમાં કેમિકલ યુક્ત પાણીના કારણે લોકોને આંખોમાં બળતરા અને ભયંકર દુર્ગંધની પણ ફરિયાદ ઉઠી છે. જોકે, હવે ગીર સોમનાથની હિરણ નદી બાદ દેવકા નદીમાં પ્રદુષણનો મામલો આવ્યો સામે છે.