ગીર સોમનાથ : ખોટી ઓળખ આપી પ્રોટોકોલ મુજબ સોમનાથ મંદિરે આવેલ છત્તીસગઢના નકલી જજ-વકીલની ધરપકડ...

નવા વર્ષની રજાઓમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે

ગીર સોમનાથ : ખોટી ઓળખ આપી પ્રોટોકોલ મુજબ સોમનાથ મંદિરે આવેલ છત્તીસગઢના નકલી જજ-વકીલની ધરપકડ...
New Update

નવા વર્ષની રજાઓમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે, ત્યારે અહી નકલી ઓળખ ઊભી કરી પોતાને નરેન્દ્ર મોદી અને અમીત શાહના નજીકના પરીચીત બતાવી મહેમાનગતિ માણવા જતા છત્તીસગઢના 2 વકીલ યુવાનોને પ્રભાસ પાટણ પોલીસે ઝડપી પાડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના પ્રાંત અધિકારી સરયુ જનકાન્તને ફોન આવ્યો હતો કે, અમો હાઇકોર્ટના જજ સાથે સોમનાથ આવી રહ્યા છીએ. હું આઇ.એ.એસ. અધિકારી શરદ પાંડે બોલું છું, અને જજ સાહેબ સહિતના મહેમાનોને સોમનાથ, દીવ અને સાસણગીર સહિતના વિસ્તારમાં આવવાનું હોવાથી તેમને રહેવા જમવાની વ્યવસ્થા કરજો, ત્યારે આવા પ્રોટોકોલ સરકાર દ્વારા કલેક્ટર અથવા એસ.પી. કક્ષાએથી ફેક્સ મારફતે આવતા હોય છે. પરંતુ સીધો જ ફોન આવતા પ્રાંત અધિકારીએ જિલ્લા કલેક્ટરને આ બાબતની જાણ કરી હતી, ત્યારે આ પ્રોટોકોલની માંગ કરનાર છત્તીસગઢના વકીલ શરદ પાંડે અને નકલી જજ પ્રકાશ પાંડે બન્ને સગાભાઈ કે, જેઓ દ્વારકા ખાતે પણ પ્રોટોકોલ મુજબ મહેમાનગતિ માણી ચૂક્યા હતા. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને એસ.પી. સહિતના અધિકારીઓ સોમનાથ મંદિરે પહોંચી આ બન્ને સગા ભાઈઓની પૂછપરછ શરૂ કરી હતી. તેમની પાસેથી ઓળખકાર્ડ માંગતા તેમની પાસે કોઈ આધાર-પુરાવા કે, સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શરદ પાંડે પાસેથી પી.એસ.આઇ.નું ઓળખ કાર્ડ મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કરી બન્નેની ધરપકડ કરી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Accused arrested #Somnath Temple #Gir somnath news #Gir Somnath Police #false identity #Fake Judge #Chhattisgarh Judge #arrested judge
Here are a few more articles:
Read the Next Article