ગીર સોમનાથ : સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી..!

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,

New Update
  • સુત્રાપાડા તાલુકાના બંદર વિસ્તારના ખેડૂતોને હાલાકી

  • ખરીફ પાક નોંધણી માટે ખેડૂતોએ લગાવી લાંબી કતાર

  • VCE ઓછા હોવાથી 2800 ખેડૂતોને નોંધણી માટે હાલાકી

  • રોષે ભરાયેલા ખેડૂતોની મામલતદાર કચેરીએ રજૂઆત

  • નોંધણી પ્રક્રિયામાં વિવાદ ન થાય તે અંગેની રજૂઆત

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છેત્યારે રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે નોંધણી પ્રક્રિયામાં વિવાદ ન થાય તે અંગે રજૂઆત કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી પ્રક્રિયા તા. 1 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. જોકેઆ નોંધણી માટે ખેડૂતોએ 2 દિવસ અગાઉથી જ ગ્રામ પંચાયત કચેરી બહાર કતારો લગાવી દીધી હતી. આ નોંધણી પ્રક્રિયામાં VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) કમ્પ્યુટર ઉપલબ્ધ છે. પરંતુ ખરીફ પાકની નોંધણી માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અહી VCE (વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) ઓછા હોવાથી 2800 જેટલા ખેડૂતોને નોંધણી માટે હાલાકી થઈ રહી છેત્યારે રોષે ભરાયેલા ખેડૂતો મામલતદાર કચેરીએ ધસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી.

બનાવના આગલે સુત્રાપાડા મામલતદાર નોંધણી સ્થળે દોડી આવ્યા હતાજ્યાં નોંધીણી પ્રક્રિયામાં વિવાદ ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવી આપવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. જોકેસર્વરના ધાંધિયાના કારણે ગોકળગતીએ કામગીરી ચાલતા છેલ્લા 2 દિવસથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. તેવામાં તંત્રના અધિકારીઓએ ખેડૂતોને પડતી હાલાકી અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપવા જણાવ્યુ હતું.

Latest Stories