ગીર સોમનાથ: ઘુસિયા ગામે નવરાત્રીના પ્રથમ નોરતે 200 વર્ષ જૂની પરંપરા પ્રમાણે નૂતન તોરણ બંધાયું

ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ઘુસિયા ગામે નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે મેઘવાળ સમાજના હસ્તે નુતન તોરણ બાંધવામાં આવ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાનું ઘુસિયા ગામ

બે સદી કરતા જૂનું છે ગામ

નવરાત્રીમાં ચાલી આવતી વર્ષોજુની પરંપરા

ગામને નૂતન તોરણ બાંધવામાં આવ્યું

સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના

ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ઘુસિયા ગામે નવરાત્રિના પ્રથમ નોરતાના મંગલ દિવસે ઉત્સાહ સભર વાતાવરણ વચ્ચે મેઘવાળ સમાજના હસ્તે નુતન તોરણ બાંધવામાં આવ્યું હતું.
 
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનું ઘુસિયા ગીર ગામ બે સદી પહેલા પ્રભાસપાટણ મહાલમાં હતું. 1904માં સાસણગીર મહાલને બદલે નવનિર્મિત તાલાલા મહાલ બન્યા બાદ ધુંસિયા ગામનો તાલાલા મહાલમાં સમાવેશ થયો હતો. ગામની સુખાકારી મંગલમય બને માટે ગ્રામજનો દ્વારા ગામને નૂતન તોરણ બંધાવવાનો ભવ્ય નિર્ણય કરવામાં આવેલ છે. જેમાં ગ્રામજનો હોંશેહોશે ભાગ લઈ રહ્યા છે.
બે સદી પહેલા વસેલા ઘુસિયા ગીર ગામના યુવાનો તબીબી, કાયદાકીય અને કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપે છે. આ ઉપરાંત ગામના 200 જેટલા યુવાનો સરકારના વિવિધ વિભાગોમાં ઉમદા સેવા પ્રદાન કરી રહ્યા છે. ખેતીવાડી, પશુપાલન અને સરકારી ક્ષેત્ર સાથે ગ્રામજનો શ્રેષ્ઠ કામગીરી કરતા હોય આજે ઘુસિયા ગીર ગામનો સુખી-સંપન્ન ગામોમાં સમાવેશ થાય છે.સનાતન સંસ્કૃતિ પ્રમાણે 211 વર્ષ બાદ ગુરુવારે ગામને નૂતન તોરણ બાંધવામાં આવ્યું હતું.ગામની સુખ,શાંતિ અને સમૃદ્ધિ માટે ગામના મુખ્ય ચોકમાં શાંતિ યજ્ઞ યોજાયો હતો યજ્ઞમાં તથા બીડું હોમવામાં ગામના તમામ પરિવારો આહુતિ આપી હતી ત્યાર બાદ ગામના મેઘવાળ સમાજના ચાવડા પરિવારના હસ્તે ગામનું નૂતન તોરણ  બંધાવવામાં આવ્યું હતું તોરણ બંધાયા બાદ કુંવારીકાઓ તથા સૌભાગ્યવતી બહેનો કળશ તથા માથે પાણી ભરેલ બેડા અને પરંપરાગત પહેરવેશમાં સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો
#Gujarat #Gir Somnath #celebration #Navratri
Here are a few more articles:
Read the Next Article