ગીર સોમનાથ: હિરણ બે ડેમ ઓવરફ્લો, આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો

ગીર સોમનાથ જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.

New Update
ગીર સોમનાથ: હિરણ બે ડેમ ઓવરફ્લો, આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો
Advertisment

પ્રથમ વરસાદે જ હિરણ ડેમમાં આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે જે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની સાથે લોકો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે.

Advertisment

પ્રથમ વરસાદે જ પીવાના પાણીની સમસ્યા જાણે કે હલ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે.તાલાલા નજીક બનેલો હિરણ બે ડેમ આજે સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.

હજુ પણ આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે ડેમમાં પાણીનો પ્રવાહ સતત જોવા મળશે જેથી કરીને બંને દરવાજા જે હાલ 0.15 મીટર ખોલવામાં આવ્યા છે તેને પૂર્વવત રાખવામાં આવી શકે છે.

હિરણ બે ડેમ સિંચાઈ પીવાનું પાણી અને ઔદ્યોગિક એકમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે પ્રથમ વરસાદે જિલ્લાના ખેડૂતોની સાથે વેરાવળ તાલુકો અને નગરપાલિકા વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી છે તો બીજી તરફ હિરણ બે ડેમમાંથી ઔદ્યોગિક એકમને પણ પાણી પૂરું પાડવામાં આવે છે એટલે એમ કહીએ કે વરસાદનો પ્રથમ ત્રિવેણી સંગમ ગીર સોમનાથ જિલ્લાના લોકો ખેડૂતો અને ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે પાણીનો પ્રશ્ન હલ કરીને આવી રહ્યો છે.