Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ગેર’કાયદે હથિયારો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ઘાતક હથિયારો સાથે એક ઈસમની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગેરકાયદે ચાલતી હથિયારો બનાવવાની ફેક્ટરીનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો.

X

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગુંદરણ ગામે ગેરકાયદે ચાલતી હથિયારો બનાવવાની ફેક્ટરીનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં 4 બંદૂક, તલવારો, ફરસી, ભાલા અને ચાકૂ સહિતના ઘાતક હથિયારો સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગીર સોમનાથ જીલ્લો કે, જે આમ તો તિર્થધામ કહેવાય છે. અહી ગીરનું જંગલ અને અરબી સમુદ્ર પણ આવેલ છે. જેના કારણે અનેકવાર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે, જેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવાથી લઈ ડ્રગ્સ પણ મળી આવ્યું છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં ક્યારેય ન પકડાય હોય તેટલા પ્રમાણમાં હથિયારો બનાવતી મીની કેક્ટરી SOG પોલીસે ઝડપી પાડી છે. તાલાલા તાલુકા ગુંદરણ ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં એક બે નહીં, પરંતુ અલગ અલગ પ્રકારના હથિયારનો મોટો જથ્થો જોઈ પોલીસ પણ દંગ રહી ગઈ હતી. દેશી બનાવટની 4 બંદૂક, 30 જેટલા જીવતા કારતૂસ, મોટા છરા, દારૂ ગોળો, ગન પાવડર, ડ્રિલિંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસનો સિલિન્ડર, 13 તલવાર, ગુપ્તી, 3 ધાર્યા અને ભાલા સહિતના કુલ 23 જેટલા અલગ અલગ હથિયાર મળી આવ્યા હતા, ત્યારે હાલ તો પોલીસે ગુંદરણ ગામના વાડી માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

Next Story