મહાવીનાશક બિપરજોય ચક્રવાતનો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જીલ્લાના સીમધર વિસ્તારમાં ભારે પવનના કારણે નારીયેરીના વ્રુક્ષો ધરાશાયી થયા હતા. તો બીજી તરફ, આ વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય અને કોઈ ખાના ખરાબી કે, જાનહાની ન સર્જાય તે માટે પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા દેવાધી દેવ સોમનાથ મહાદેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જીલ્લામાં ગત રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વેરાવળ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. આ સાથે જ સીમધર વિસ્તારના ઠેક ઠેકાણે ભારે પવનના કારણે નારીયેરીના વ્રુક્ષો પણ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત અનેક વ્રુક્ષ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને હાલાકી વેઠવાનો વારો હતો.
તો બીજી તરફ, મહાવીનાશક બિપરજોય ચક્રવાતનો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે આ વાવાઝોડું સમુદ્રમાં જ સમાઈ જાય અને દેશ અને રાજ્યમાં કોઈ ખાના ખરાબી કે, જાનહાની ન સર્જાય તે માટે પ્રભાસ તીર્થના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા દેવાધી દેવ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં તીર્થ પુરોહિતો દ્વારા સોમનાથ મહાદેવને લોકોના રક્ષણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.