/connect-gujarat/media/post_banners/d5880a5ea6d67f9223dd16f2d2120c3d63ee99ccb86e017ec695848e8ec19c26.jpg)
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના વડાળા ગામે સૂતેલી મહિલાનું દીપડાના હુમલાથી મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે
મળતી માહિતી અનુસાર તાલાલાના વડાળા ગામનાં વાડી વિસ્તારમાં ડેડીયાપાડા તાલુકોના મોટી સિંગરોલી ગામ ના વતની સૈતુરીબેન વસાવા તેમના ત્રણ પુત્ર અને બે પુત્રી સાથે રહે છે. ઘરનું ગુજરાન ચલાવવા તાલાલાના વડાળા ગામે શેરડી કટીંગની મજુરી કરવા માટે આ પરિવાર આવ્યો હતો. ત્યારે રાતે ત્રણેક વાગ્યા આસપાસ આદમખોર દિપડોએ સૈતુરીબેન વસાવાને ગડુ દબાવી રહેણાંક મકાનથી આશરે 600 મીટર દુર આંબાવાળી બગીચામા ધસડી લઇ ગયો. આંબાવાળી બગીચામા દિપડો મહિલાને આંબાની ઊંચી ડાળે ચડાવી મહીલાની છાતી નો ભાગ ફાડી ખાઇ જવાથી મહિલાનું ધટના સ્થળે મોત થયુ હતું. ત્યારે ધુપેસ ઝાલાએ વડાળાના સરપંચને જાણ કરતાં તેઓએ જામવાળા વન વિભાગના ACF, RFO ,રેન્જરને જાણ કરતાં વન વિભાગ ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાને તાલાલા સરકારી હોસ્પિટલમા પી એમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે અનેક રજૂઆતો છતાં વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા પાંજરા મુકવામાં બેદરકાર છે તેવું લોકો જણાવી રહ્યા હતા.