ગીર સોમનાથ જીલ્લાના કાજલી ગામે અક્ષત કળશ યાત્રા આવી પહોચી હતી, ત્યારે ગામના પટણી મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા.
અયોધ્યામાં પ્રભુ શ્રીરામ રામ બીરાજમાન થવાના છે, ત્યારે દેશભરમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના 3 હાજરાની વસ્તી ધરાવતા કાજલી ગામ કે, જે વર્ષોથી પૂર્વ ધારાસભ્યની સુઝબુઝથી સમરસ થઈ રહ્યુ છે. અહી ઇલેક્શન નહી પણ સીલેકશનથી સરપંચ બનાવાય છે, અને આ ગામમાં 35%થી વધુ મુસ્લિમ સમાજના લોકો રહે છે. આ ગામમાં આજદિન સુધી કોઇપણ અનીચ્છનીય બનાવ બન્યો નથી. સૌકોઇ હળીમળીને આ ગામમાં રહે છે, ત્યારે અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામ રામના અક્ષત કળશનું કાજલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું. ખૂબજ નમ્રતાથી આ કળશને સૌ કોઇ મુસ્લિમ બીરાદરોએ મસ્તક પર રાખી આદર આપ્યો હતો. આ તકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામા બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને આવકાર્યું હતું. સૌકોઇએ ભાઈચારાની જેમ આ દેશમાં રહેવું જોઇએ એવો સંદેશો પાઠવ્યો હતો.