Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : યાત્રાધામ સોમનાથ નજીક આવી ચઢયો દીપડો, જુઓ રેસ્કયુ ઓપરેશન

સોમનાથની પટેલ સમાજની વાડીમાં દેખાયો દીપડો, દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડયાં.

X

સૌરાષ્ટ્રના જાણીતાં યાત્રાધામ સોમનાથ નજીક દીપડો આવી ચડતા ભારે અફરા તફરી મચી ગઇ હતી. વન વિભાગની ટીમે ઇન્જેકશન મારી દીપડાને બેભાન કરી પાંજરે પુરી દેતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં માનવ વસાહતોમાં જંગલી પશુઓનું આવી જવું એ સામાન્ય બાબત છે. યાત્રાધામ સોમનાથમાં શીતળા માતા મંદિર રોડ પર આવેલી પટેલ સમાજની વાડીમાં દીપડો આવી જતાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ દીપડાને જોવા માટે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. વન વિભાગની ટીમે દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી પાંજરા અને જાળીઓ ગોઠવી દીધી હતી. ભારે જહેમત બાદ દીપડાને ઇન્જેકશન મારી બેભાન કરી દેવાયો હતો.

સોમનાથમાં જયાં દીપડો આવી ચઢયો હતો તે વિસ્તાર હિરણ નદીના કાંઠે આવેલ છે. દીપડાને પાંજરે પુર્યા બાદ અમરાપુર એનિમલ હેલ્થ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યો છે. આ પહેલો બનાવ નથી કે અહીં દીપડો આવી ચડ્યો હોઈ થોડા દિવસો પહેલા પણ અહીંથી દીપડાને ઝડપી લેવાયો છે.

Next Story