વેરાવળની કામધેનુ ગૌશાળા દ્વારા ઉમદા કાર્ય હાથ ધરાયું
પર્યાવરણના જતન માટે ઔષધીય વૃક્ષોનું વાવેતર કરાયું
વન વિભાગ, NSS, સખી મંડળના સભ્યોની ઉપસ્થિતિ રહી
ગૌશાળા પરિસરમાં અરડૂસી, ગળો, આંબળાનું વાવેતર કર્યું
વૃક્ષોના મહત્વ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કામધેનુ ગૌશાળા પરિસરમાં પર્યાવરણના જતન માટે ઉમદા કાર્ય કરવાના હેતુસર ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ અને આ પર્યાવરણ નું જતન કરવાની જવાબદારી અને વૃક્ષો વાવવાની જવાબદારી એ ભારતના તમામ નાગરિકો ની છે. ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ નો અનોખો મહિમા રહ્યો છે. આપણે પ્રકૃતિના સર્વ તત્વોની પૂજા કરીએ છીએ.
વૃક્ષો પર્યાવરણ માટે અનિવાર્ય રીતે અગત્યના છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની કામધેનુ ગૌશાળા પરિસરમાં અરડૂસી, ગળો, આંબળા સહિતના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતન માટે ઉમદા કાર્ય કરવાના હેતુસર વન વિભાગ, NSS અને વન સ્ટોપ સખી મંડળના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માનવ જીવની તંદુરસ્તી સાથે ઔષધીય વૃક્ષોનું વિશેષ મહત્વ રહ્યું છે. તેવામાં વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી અને ઔષધીય વૃક્ષોના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.