ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં યોજાય બેઠક, મુહિમ તેજ બનાવવા આગેવાનોએ કર્યું આહવાહન

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં બેઠકનું આયોજન

ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં યોજાય બેઠક

સરપંચથી લઇ સાંસદ રહ્યા ઉપસ્થિત

વિરોધની મુહિમ તેજ બનાવવા આહવાહન

કિસાન સંઘના નેજા હેઠળ બેઠક યોજાય

સૂચિત ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ સાથે ગીરના પાટનગર તાલાલા ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરપંચથી લઇ સાંસદ સુધીના જન પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગીર જંગલની આસપાસ સૂચિત ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને લઇ ગીર પંથકના ગ્રામજનો અને ખેડૂતોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો અને ગિરના ગ્રામજનોનું માનવું છે કે ઇકો સેન્સેટિવ જોન લાગુ થતા વન વિભાગની ગુલામીમાં ગ્રામજનોને ફસાઈ જવાની ફરજ પડશે. ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને અસર કરતા ઇકો સેન્સેટિવ ઝોનના કાયદાનો પ્રચંડ વિરોધ ઉઠી રહ્યો છે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સુચિત ઈકો સેન્સેટીવ ઝોન નાબૂદ કરવા માટેની માંગ પ્રબળ બની રહી છે. છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે ગીરના પાટનગર તાલાળા ખાતે એપીએમસીમાં ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોના સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો ભારતીય જનતા પક્ષના જિલ્લા પ્રમુખો અને સાંસદ રાજેશ ચુડાસમા સહિતના જવાબદાર આગેવાનોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.જેમાં ઇકોસ સેન્સેટિવ ઝોન સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવાની મુહીમ તેજ બનાવવામાં આહવાન કરવામાં આવ્યુ હતું.ગીરમાં સૂચિત ઇકો ઝોન સામે નો જન આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ મુદ્દે આગામી સમયમાં કેવી સ્થિતિ સર્જાશે તે તો સમય જ બતાવશે.
Latest Stories