ગીર સોમનાથ:મનોદિવ્યાંગ બાળકોએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું

મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.

New Update
Advertisment
  • સોમનાથ મહાદેવના દર્શન કરતા મનોદિવ્યાંગ બાળકો

  • સાંપ્રત ટ્રસ્ટ દ્વારા કરાયું હતું દર્શન માટે આયોજન 

  • સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાળકોને આપ્યો ઉમળકાભેર આવકાર 

  • પૂજન અર્ચન,ધ્વજ પૂજા સહિત મહાપ્રસાદીનો લ્હાવો લેતા બાળકો

  • સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખે સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો     

Advertisment

 શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો મનોદિવ્યાંગ બાળકોએ લ્હાવો લીધો હતો.મંદિર ટ્રસ્ટ દ્વારા બૌદ્ધિક રીતે અસમર્થ બાળકોને આતિથ્ય આપીને ધ્વજ પૂજન અને ભોજન પ્રસાદ કરાવીને તેઓના મુખે રેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતી સાંપ્રત ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 80 જેટલા દિવ્યાંગ બાળકો માટે દર્શન-પૂજા હેતુ સંપર્ક કરવામાં આવ્યો હતો.ત્યારે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ અંતર્ગત ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટમાં મંદિરમાં લવાયા હતા.

તમામને વિશેષ વ્યવસ્થા અનુસાર સોમનાથ મહાદેવના શાંતિપૂર્વક દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમજ ટ્રસ્ટના સંકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવ પૂર્વક ધ્વજા પૂજન કરાવીને તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.આ સાથે સોમનાથ દાદાના વહાલા  ભક્તો તરીકે તમામ દિવ્યાંગો અને તેમના સેવકોને મોંઘેરા મહેમાન તરીકે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પરમારે ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Latest Stories