Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ, જાડા અનાજનું ભોજન પીરસાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ગીર સોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથમાં કરાયો મિલેટ મહોત્સવનો પ્રારંભ, જાડા અનાજનું ભોજન પીરસાશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાહનના પગલે પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથમાં મિલેટ પહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં આગામી એક સપ્તાહ સુધી ટ્રસ્ટના ભોજનાલયમાં માત્રા જાડા અનાજનું ભોજન પીરસવામાં આવશે

દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના આહવાનને અનુસરીને સમગ્ર વિશ્વમાં 2023ના વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીઓને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમિયાન પીરસવામાં આવી રહી છે.સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં પ્રતિદિન હજારો શ્રદ્ધાળુ ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે મિલેટ મહોત્સવ અંતર્ગત ભોજનાલયમાં એક સપ્તાહ સુધી જાડા અનાજની વાનગીઓ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદમાં પીરસવામાં આવશે. આ કાર્યક્રમનો પ્રારંભ ગીર સોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. દેશના ખેડૂતોના સન્માનમાં અને આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક ગ્રહણ કરવાના સંદેશ સાથે મિલેટ મહોત્સવ સોમનાથમાં આગામી એક સપ્તાહ સુધી ચાલશે.મિલેટ મહોત્સવના પ્રથમ દિવસે 1500થી વધુ લોકોએ સોમનાથ મહાદેવનો જાડા અનાજથી બનેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન જુદાજુદા જાડા અનાજ દ્વારા બનેલ ભોજન શ્રદ્ધાળુઓને સાંજના સમયે પીરસવામાં આવશે.

Next Story