Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ગોળ બનાવવાના 100થી વધુ રાબડા પર ફરી વળ્યું કમોસમી વરસાદનું પાણી..!

ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો

X

તાલાલામાં વહેલી સવારે ખબક્યો હતો કમોસમી વરસાદ

ગોળ બનાવવાના રાબડા પર ફરી વળ્યો કમોસમી વરસાદ

ગોળ બનાવવાના 100થી વધુ રાબડાઓમાં મોટું નુકશાન

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ગોળ બનાવવાના 100થી વધુ રાબડાઓમાં મોટું નુકશાન થયું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના, તાલાલા અને કોડીનારની સુગર મિલો બંધ થતા ખેડૂતોની શેરડીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. જોકે, ફેકટરીઓ બંધ થતા જિલ્લામાં 210 જેટલા ગોળના રાબડાઓ ધમધમતા કરી ખેડૂતોની શેરડીનું પિલાણ શરૂ કરાયું છે. અહીં ઉત્તમ કક્ષાની શેરડી વિપુલ માત્રામાં પાકે છે. તેથી ગીરનો ગોળ કેમિકલ વગરનો અતિઉત્તમ ક્વોલિટીનો ગોળ બને છે.

આયુર્વેદની અનેક ઔષધિઓમાં ગીરના દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તેવામાં રાબડા માલિક સંજય બારડએ જણાવ્યું હતું કે, જીલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને તો નુકસાન થયું જ છે, પરંતુ સાથે સાથે તાલાલામાં ધમધમતા ગોળ બનાવતા 100થી વધુ રાબડાઓ વરસાદના કારણે ઠપ થયા છે. અમે બહારથી શ્રમિકો બોલાવીએ છીએ, જો રાબડો બંધ રહે તો તેને મજૂરી આપવી પણ પરવડે તેમ નથી, અને ઓર્ડર મુજબ અમે ગોળ પૂરો કરી શકીએ નહીં. આમ જોતા ખેડૂત અને વેપારીઓને પણ કમોસમી વરસાદથી નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Next Story