/connect-gujarat/media/post_banners/393451e14dd5d0d3928193045480b9b6933093095c9f81b6f01600d94038e1b4.jpg)
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જુનાગઢ અને ગીર સોમનાથ દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસના ઉપક્રમે રામમંદિર ઓડિટોરિયમ હોલ સોમનાથ ખાતે સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકોને મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, જુનાગઢ જિલ્લા રમત અધિકારી ગૌરાંગ નરે તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.