New Update
/connect-gujarat/media/post_banners/1db2facc4d213a41ccb601e573c88330f3eea85529b88025186a2d682a9a4841.jpg)
ગીર સોમનાથ જિલ્લાના શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીત શાહના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સહિત મહાપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભગવાન સોમનાથના સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા.