ગીર સોમનાથ: વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનના ચોરીના લાકડા સાથે એક આરોપીની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનના ચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
ગીર સોમનાથ: વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનના ચોરીના લાકડા સાથે એક આરોપીની ધરપકડ
Advertisment

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનના ચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ યુવકે ચંદનના લાકડાનું કટીંગ તાલાલા તાલુકાના ગુંદરણ ગામે કરેલ હોવાની કબૂલાત આપી છે. તો વધુ તપાસમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે 43 જેટલા સાગના વૃક્ષોનું કટીંગ કર્યાની પણ કબૂલત આપતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી. પંપાણીયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, વેરાવળના લાટી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટર સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલા વાજા નામના એક ઇસમને ગેરકાયદે લાકડા કટીંગ કરતા ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતાં આ ઈસમ દ્વારા ચંદનના લાકડાનું પણ ગેરકાયદેસર કટીંગ કરી હોતી. આ ચંદનના લાકડાનો જથ્થો પોતાના ઘરે છુપાવીને રાખ્યો હોવાનું માલુમ પડતા વન વિભાગની ટીમ દ્વારા ઈસમને સાથે રાખી મેઘપુર ગામે તેના ઘરની જડતી લેતા તેના ઘરેથી 36 કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા વાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ચંદનના લાકડાની ચોરી અંગે આ ગુનો તાલાળાના ગુંદરણ ગામે બનેલ હોય જે અંગે તાલાળા વનવિભાગને આરોપીનો કબજો સોંપવામાં આવશે. વધુ તપાસ તાલાળા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

Latest Stories