Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસાદ,ખેડૂતોના પાકને નુકશાનના એંધાણ

અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા, 16 ઇંચથી વધુ વરસાદ પડતા ખેતરો નદીમાં ફેરવાયા

X

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને ખેતરમાં વાવેલ પાક નુકસાનીનો ખતરો તોળાઇ રહ્યો છે. ખેતરમાં ધોવાણ જોવા મળી રહ્યું છે, ત્યારે બિજી બાજુ ખેતરમાં વાવેલ મગફળીમાં હજુ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘ સવાર થઈ રહ્યો છે. સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનારમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં પણ નૂકસાની જોવા મળી રહી છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત ની ચોમાસા દરમિયાન આવી જ વિકટ પરિસ્થિતિમાં છે. ચોમાસુ પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવે છે, ત્યારે ખેડુત શિયાળુ પાક ઉપર મતદાર રાખે છે પણ શિયાળુ પાકમાં કમોસમી માવઠાને લીધે તેમાં પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે. હાલ તો વરસાદે થોડો વિરામ લીધો હોય લાગી રહ્યું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે પણ વળતર માંગ કરી રહ્યા છે.

Next Story