ગીર સોમનાથ : વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરતાં તરવૈયા, રાષ્ટ્રીય કક્ષાની સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાય...

ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડના સમુદ્ર તટેથી રાષ્ટ્રીય કક્ષાની 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ : વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરતાં તરવૈયા, રાષ્ટ્રીય કક્ષાની સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાય...
New Update

ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડના સમુદ્ર તટેથી રાષ્ટ્રીય કક્ષાની 32મી અખિલ ભારતીય વીર સાવરકર સમૃદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના કુલ 21 તરવૈયાઓએ સાહસ સાથે અફાટ અરબી સમુદ્રમાં બાથ ભીડી તરણ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આંદામાન નિકોબારની જેલની અંદર કારાવાસ સમયે વીર સાવરકરે કોઈપણ સહયોગ વગર અરબી સમુદ્ર ખેડીને કેદમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સમુદ્ર ખેડવાના તેમના મનોબળ અને સાહસને યાદ કરી આ સ્પર્ધાને વીર સાવરકર અખિલ ભારતીય તરણ સ્પર્ધા નામ આપવામાં આવ્યું છે. આ સ્પર્ધા દર 2 વર્ષે યોજાય છે, જેમાં તરવૈયાઓ વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરીને માઈલો સુધી અરબી સમુદ્રને ખેડે છે. તેવામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાંથી સ્પર્ધકો ગુજરાત રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં જોડાયા હતા. આ સ્પર્ધામાં પુરુષો ચોરવાડથી વેરાવળ (21 નોટીકલ માઈલ) તેમજ મહિલાઓએ પણ આદ્રીથી વેરાવળ (16 નોટીકલ માઈલ) સમુદ્ર ખેડ્યો હતો.

આ સ્પર્ધાના સ્પર્ધકો માટે વિશેષ સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દરેક બોટ દીઠ એક ગનમેન, હેલ્થ આસિસ્ટન્ટ, લાઈફ સેવર રાખવામાં આવ્યા હત. એટલું જ નહીં શાર્ક માછલીઓ દૂર રહે તેવો કેમિકલ પાઉડર દરેક સ્પર્ધકની કમરે બાંધવામાં આવ્યો હતો, ત્યારે ચોરવાડથી વેરાવળ સુધી યોજાયેલ સમૃદ્ર તરણ સ્પર્ધામાં મહિલાઓમાં સિલ્કી નાગપુરે, જ્યારે પુરુષોમાં અનિકેત પટેલ પ્રથમ આવ્યા હતા. આ સાથે જ દર્શના સેબર ત્રીજા ક્રમે આવ્યા હતા. ત્રણેય વિજેતા સ્પર્ધકોને ઈનામ અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.ગીર સોમનાથ : વીર સાવરકરના સાહસનું પુનરાવર્તન કરતાં તરવૈયા, રાષ્ટ્રીય કક્ષાની સમૃદ્ર તરણ સ્પર્ધા યોજાય...

#CGNews #ConnectGujarat #BeyondJustNews #competitor #adventure #beach #Girsomnath #Chorwad #Veraval #enthusiastically #MPRajeshChudasama #Swimming Competition #NationalLevel #Swimmer #AllIndiaVeerSavarkar #ArabianSea
Here are a few more articles:
Read the Next Article