ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે.
કેસર કેરીની આ વખતે સીઝન પર કમોસમી માવઠાનું સંકટ આવ્યું હતું ત્યારે કેસર કેરી બાબતે અનેક સંભાવનાઓ જોવાતી હતી પરંતુ આ વખતે ગીરની વિશ્વવિખ્યાત કેસર કેરીની બમ્પર આવક તલાલા મેંગો યાર્ડમાં થતા વેચનારા વેપારીઓ અને ખાનારા ગ્રાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે અને યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સથી યાર્ડ છલકાયું છે.માત્ર તાલાળા મેંગો માર્કેટની વાત કરીએ તો આજ સુધીમાં ત્રણ લાખ બોક્ષની ભારે આવક નોંધાય છે. તો છેલ્લા બે દિવસથી યાર્ડમાં રેકોર્ડ બ્રેક 25000 કેરીના બોક્સની આવક થઈ રહી છે. તો 10 કિલો પ્રતિ બોક્ષની કિંમત ₹300 થી લઈ અને રૂપિયા ₹700 સુધીની ગુણવત્તા સભર કેસર કેરીથી મેંગો માર્કેટ ભરચક થયું છે. સામાન્ય સીઝનમાં પણ આટલી બમ્પર આવક ભાગ્યે જ જોવા મળે છે જે છેલ્લા બે દિવસથી જોવાઈ રહી છે